મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ મારમારી-લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે


SHARE













મોરબી નજીક થયેલ મારમારી-લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલ હવાલે

મોરબીના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં મારામારીનો બનાવ બનેલ હતો અને યુવાન ઉપર હુમલો કરીને આઠ શખ્સો દ્વારા માર મારીને લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડ પણ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને હાલમાં બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે ઠાકર મંદિરની બાજુમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા, અજયભાઇ જગદીશભાઇ ચૌહાણપારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલામનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલાઅશોકભાઇ દલાભાઇ રાઠોડમુકેશભાઇ ઝાલા તેમજ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેઅગાઉ થયેલા ઝઘડાનો કેસ ચાલી રહ્યો છે. અને ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ થતું હોય છે જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી આરોપીના ઘર પાસેથી નીકળતા જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર માર્યો હતો ત્યાર બાદ ઘરે આવીને દક્ષાબેનને માર માર્યો હતો અને ફરિયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગજેન્દ્રના ખીસ્સામાંથી ૧૩૦૦૦ ની લુંટ કરી હતી અને એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા અને મુકેશભાઇ મંગાભાઇ ઝાલાની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં બંને આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલ છે






Latest News