ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખેડૂતોના પાક માટે મચ્છુ-૧ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની કોંગ્રેસની માંગ


SHARE







વાંકાનેરના ખેડૂતોના પાક માટે મચ્છુ-૧ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે મચ્છુ -૧ ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકામાં ઓછા વરસાદના કારણે સ્થાનિક જળાશયો ભરાયેલ નથી અને ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સિચાઈના પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે સકિલભાઇ પીરજાદા, આબિદભાઈ ગઢવાળા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા






Latest News