ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર પાસે વાડીની ઓરડીમાં જુગારની રેડ: ૩ જુગારી ૪.૪૫ લાખ સાથે પકડાયા, પાંચ ફરાર


SHARE







વાંકાનેરના હસનપર પાસે વાડીની ઓરડીમાં જુગારની રેડ: ૩ જુગારી ૪.૪૫ લાખ સાથે પકડાયા, પાંચ ફરાર

વાંકાનેર સિટી વિસ્તારના હસનપર ગામની સીમમાં આવેલ આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરી હતી ત્યારે કુલ ૮ શખ્સો જુગાર રમતા હતા જેમાં નાશભાગ મચી ગઈ હતી અને ત્યારે પોલીસે ૩ આરોપીઓને રોકડા રૂપીયા ૪,૪૫,૦૦૦ ના મુદામાલ સાથે પકડી લીધા હતા જો કે, પાંચ આરોપી નાશી ગયા હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટિમ જુગારની બદીને ડામવા માટે સફળ રેડ કરે છે તેવી જ રીતે એલસીબીના સુરેશભાઇ હંબલ, પૃથ્વીસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગસીયાને હકીકત મળેલ કે, રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ કોળી રહે. જાલી ગામ વાળો તેની કબ્જા ભોગવટા વાળી હસનપર ગામની સીમમાં જાગી જવાના માર્ગે આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે જેથી ત્યાં રેઇડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી અને પાંચ ઇસમો નાસી ગયા હતા જો કે, પોલીસે બાબુભાઇ માધાભાઇ ભરવાડ (૩૧) રહે. રફાળેશ્વર, ખોડાભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (૪૮) રહે. સોખડા તાલુકો વીજાપુર, પ્રતિકસિંહ ઉર્ફે પિન્ટુ જનકસિંહ ક્ષત્રિય (૨૭) રહે. નવા વધાસીયા વાળાની રોકડ ૪,૪૫,૦૦૦ સાથે ધરપકડ કરેલ છે અને નાશી ગયેલા જુગારીઓમાં જયતીભાઇ રાધવભાઇ ચૌહાણ રહે. મુળ ચિરોડા, સંજયભાઇ લીંબાભાઇ બાબુતર રહે. પીપળીયા(શુકલ), મોમભાઇ નાથાભાઇ ડાભી રહે. વરડુસર, નરેન્દ્રભાઇ ઉર્ફે હકો દિલાભાઇ અસ્વાર રહે. ઢુવા અને રમેશભાઇ ઉર્ફે મગનભાઇ રૂપાભાઇ રંગપરા રહે. જાલી વાળાનો  સમાવેશ થાય છે જેથી તેને પકડવા માટે વાંકાનેર સિટી પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News