મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં જુગારની બે રેડ: નવ જુગારી ૧.૧૧ લાખની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં જુગારની બે રેડ: નવ જુગારી ૧.૧૧ લાખની રોકડ સાથે પકડાયા

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં અને લીલાપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમની બાજુમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ જુગારીઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૧.૧૧ લાખની રોકડ રકમ કબ્જે કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સબજેલ રોડ ઉપર જેલની સામેના ભાગ અનુ. જાતિ વાસના કવાર્ટર વળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાને હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે રફીકશા નથુશા સાહમદાર (૩૪) રહે મકરાણીવાસ મોરબી,  વિજયભાઈ મનુભાઈ રાઠોડ (૪૦) રહે, જેલ રોડ અનુ. જાતિવાસ મોરબી, બસીરભાઈ સલીમભાઈ ચાનીયા (૩૦) રહે. કાલિકા પ્લોટ મોરબી, રવિભાઈ મહેશભાઈ વાણીયા (૩૪) રહે, જેલ રોડ અનુ. જાતિવાસ મોરબી, કારાભાઈ ઉર્ફે ખુશાલ હીરાભાઈ સોલંકી (૩૫) રહે. જેલ રોડ અનુ. જાતીવાસ મોરબી, નરેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલા (૩૨) રહે. વજેપર શેરી નં-૨ મોરબી અને અજયભાઈ ગોવિંદભાઈ પરમાર (૩૦) રહે. જેલ રોડ અનુ. જાતિવાસ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૮૧,૫૦૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આવી જ રીતે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિરની પાછળના ભાગમાં ગિરનારી આશ્રમની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ નાગજીભાઈ દેગામા (૩૬) તથા રણજીતભાઈ નાગજીભાઈ દેગામા (૨૮) રહે. રામદેવપીરના મંદિરની પાછળ ગિરનારી આશ્રમની બાજુમાં લીલાપર રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૯,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં
મોરબી તાલુકાના રાજપર ગામના વતની ચંદ્રકાંતભાઈ નટવરભાઈ મારવાણીયા નામના ૫૦ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઈજા પામેલા ચંદ્રકાંતભાઈ મારવાણીયા બાઇક લઈને રાજપર ગામ પાસેથી જતા હતા ત્યારે રસ્તામાં આવેલા હિમાલય કારખાના પાસે ગૌશાળા નજીક તેમના બાઈક સાથે ખૂંટીયો અથડાયો હતો.જે બનાવમાં તેમને ઈજા થતાં હાલ સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ગોવર્ધનભાઈ દેલવાણીયા નામના ૫૦ વર્ષની આધેડને તેઓના ઘરે પીપળીયા ગામે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવતા હાલ આ બનાવ સંદર્ભે બીટ વિસ્તારના તાલુકા પોલીસ મથકના જમાદાર અર્જુનસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News