મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી નજીક લોરીસ કારખાનાના સ્ટોર રૂમમાં જુગાર રમતા આઠ જુગારી ૨.૬૭ લાખની રોકડ સાથે પકડાયા


SHARE













મોરબી નજીક લોરીસ કારખાનાના સ્ટોર રૂમમાં જુગાર રમતા આઠ જુગારી ૨.૬૭ લાખની રોકડ સાથે પકડાયા

મોરબી નજીકના ધરમપુર ગામ નજીક આવેલ લોરીસ કારખાનાના સ્ટોર રૂમમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઠ જુગારીઓ મળી આવતા પોલીસે ૨.૬૭ લાખની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના ધરમપુર ગામ પાસે આવેલ લોરીસ કારખાનામાં જુગાર રમતા હોવાની જયદેવસિંહ ઝાલા, જયદીપભાઇ પટેલ, પંકજભાઈ ગૂઢડા અને રમેશભાઈ મુંધવાને બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં કારખાનામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કારખાનેદાર ભાવેશભાઈ ચતુરભાઈ ડઢાણીયા (૪૫), અભય ચુનીલાલ દેકાવાડિયા (૩૪), રવિરાજ ટપુભાઈ અઘારા (૩૦), વિપુલભાઈ મોહનભાઈ અમૃતિયા (૩૮), અશ્વિનભાઈ પ્રાગજીભાઈ કાંજિયા (૪૪), હિતેન્દ્રભાઈ બચુભાઈ પટેલ (૪૫), હિતેશ છગનભાઇ ચારોલા (૪૦) અને દિનેશભાઈ કરસનભાઈ મેરજા (૬૨) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી સ્થળ ઉપરથી ૨.૬૭ લાખની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News