મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબીની વી.સી. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિને ૮ શિક્ષકો-૧૦ બાળકોને સન્માનિત કરાયા


SHARE













મોરબીની વી.સી. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિને ૮ શિક્ષકો-૧૦ બાળકોને સન્માનિત કરાયા

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિન સમારંભની  ઉજવણી શિક્ષણ વિભાગ ગાંધીનગરજિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમોરબી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને  કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ  આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષક અને બાળકો વચ્ચેના સંબંધો સુમધુર હોય છે શિક્ષક ઈચ્છે તો બાળકમાં સારામાં સારા ગુણોનું નિરૂપણ કરી  વિવિધ પ્રકારના કૌશલ્યો વિકસાવી શકે છે. બાળકોની વિકાસ પ્રતિભાને ખીલવી શકે છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર કરી શકે છે. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાનના વૈજ્ઞાનિકોના ધડતરમાં પણ શિક્ષકોનો ફાળો મહત્વનો છે. તો કલેકટર જી. ટી. પંડયાએ આ પ્રસંગે  ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ  ૧૨ માં સાયન્સ વિભાગમાં મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક મેળવતા મોરબી જિલ્લાના સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન-કવનને યાદ કરી તેમના શ્રેષ્ઠ વ્યક્તિત્વને બિરદાવ્યું હતું. શિક્ષકો દ્વારા જ દેશના ભવિષ્યનો પાયો મજબૂત બની શકે છે.

શિક્ષકદિન સમારંભ કાર્યક્રમમાં મોરબી તાલુકાના સંજયકુમાર બાપોદરીયા અને અશોકભાઈ કાંજિયામાળીયા મીયાણા તાલુકાના મહેશભાઈ ગાગિયા અને યોગેશભાઈ ગામીટંકારા તાલુકાના જીવતીબેન પીપળીયા,  હેતલબેન સોલંકીદિપાલીબેન આદેશરા તેમજ વાંકાનેર તાલુકાના વિશાલકુમાર ચૌહાણને  મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કોલરશીપ લક્ષી પરિક્ષાઓ માં સફળતા મેળવેલ ૧૦ વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાકલેકટર જી.ટી. પંડ્યાજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાજિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણ અંબારિયા તાલુકા પ્રાથમિકશિક્ષણ અધિકારીઓ, આચાર્યઓશિક્ષકઓવાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News