મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી : માથક પે સેન્ટર શાળાના બાળકોએ અનોખા અંદાજમાં ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા


SHARE













મોરબી : માથક પે સેન્ટર શાળાના બાળકોએ અનોખા અંદાજમાં ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

ચંદ્રયાન-૩ નું મિશન સફળ થતાં માથક પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓએ અલગ જ અંદાજમાં ઇસરોના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ માટે માથક પે સેન્ટર શાળાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ઇસરોના વૈજ્ઞાનિકોનો આભાર માનીને  અભિનંદન પાઠવતા પત્રો લખ્યા હતા.વિદ્યાર્થી દ્વારા વેસ્ટ પૂંઠામાંથી વિક્રમ લેન્ડરનું મોડલ બનાવવામાં આવ્યું હતું અને મિશન ચંદ્રયાન-૩ ની સાથે જોડાયેલ વિવિધ ઇવેન્ટોના પોસ્ટરો પણ બનાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત બાળકો દ્વારા 'થેન્કયુ ફોર ઇસરો' અને 'કોન્ગ્રેચ્યુલેશન ઇસરો' ના એબીસીડીના અક્ષરો દોરી તેમાં ભારતના રાષ્ટ્રધ્વજના રંગો પુરીને એબીસીડીના અક્ષરોની હારમાળા રચી ઈસરોના વૈજ્ઞાનિકો તથા મિશન સાથે જોડાયેલ તમામનો આભાર માનવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવ્યા હતા. શાળાના વિજ્ઞાન શિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.






Latest News