મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈક ધીમું ચલાવવાનું કહ્યા બાદ બોલાચાલી-મારા મારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરમાં બાઈક ધીમું ચલાવવાનું કહ્યા બાદ બોલાચાલી-મારા મારી: સામસામી ફરિયાદ

વાંકાનેરના માર્કેટ યાર્ડ પાસે મીરાનગરમાં શેરીમાંથી ફુલસ્પીડે બાઈક લઈને સગીર નીકળ્યો હતો ત્યારે તેને બાઈક ધીમું ચલાવવાનું કહ્યું હતું જેથી કરીને બોલાચાલી અને બાદમાં મારા મારી થયેલ હતી જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના માર્કેટ યાર્ડ નજીક મીરાનગરમાં રહેતા ઇકબાલભાઇ અલ્લારખાભાઇ નારેજાનો દીકરો અમન શેરીમાંથી બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે ત્યાં રહેતા હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચે બાઈક ધીમું ચલાવવાનું કહીને લાફો માર્યો હતો જેથી કરીને અમને તેની માતાને બનાવની જાણ કરતા ઇકબાલભાઇ, તેના પત્ની જેનુબેન તેના દીકરાને માર નહીં મારવાનું કહેવા માટે ગયા હતા ત્યારે આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચએ ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરીને જેનુબેનને માર મારતા ઇકબાલભાઇ નરેજા વચ્ચે પડતા આરોપીએ તેને પણ માર માર્યો હતો અને નાકમાં ફ્રેક્ચર કર્યું હતું જેથી ઈક્બાલભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચ અને તેમના મોટા દીકરા સામે ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષેથી હમીદભાઈ બ્લોચે ઇકબાલભાઇ નારેજા, તેના પત્ની જેનુબેન અને તેના દીકરા અમન નરેજા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, બાઈક ચલાવવા બાબતે ઠપકો આપતા ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી પોલીસે સામસામી ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારમાં શાંતિવન સ્કૂલની સામે રહેતા હસમુખભાઈ જાદવજીભાઈ (૨૬) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

વૃદ્ધા સારવારમાં

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા જોત્સનાબેન રામજીભાઈ સોલંકી (૬૦) પોતાના દીકરાના બાઈકમાં પાછળ બેસીને મટકી ફોડ માટે જોવા ગયા હતા અને ત્યારે ત્યાંથી પરત આવતા દરમિયાન બહાદુરગઢના વળાંક પાસે બાઈકમાંથી તે પડી ગયા હતા જેથી કરીને તેઓને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આ બનાવની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News