અમદાવાદમા ડુપ્લિકેટ રેમડેસીવીર વેંચનાર શખ્સની મોરબી એસઓજી દ્વારા કરાઇ ધરપકડ: ૩૦ મી સુધી રિમાન્ડ
SHARE









અમદાવાદમા ડુપ્લિકેટ રેમડેસીવીર વેંચનાર શખ્સની મોરબી એસઓજી દ્વારા કરાઇ ધરપકડ: ૩૦ મી સુધી રિમાન્ડ
ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને ૩૨ શખ્સોને હસ્તગત કર્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં મોટાભાગનાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેમથી કેટલાકના જમીન મંજૂર થયા છે જો કે, મોટાભાગના આજની તારીખે પણ જેલમાં છે ત્યારે મોરબી એસઓજી દ્વારા અમદાવાદમા ડુપ્લિકેટ રેમડેસીવીર વેંચનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ૩૦ મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે
રાજ્યમાં નકલી રેમડીસીવીર ઇન્જેકશનનું વેચાણ અગાઉ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સૌ પ્રથમ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શકિત ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રેડ કરી હતી અને પોલીસે રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણીની ધરપકડ કરી હતી ત્યાર બાદ પોલીસે અત્યાર સુધીમાં આ ગુનામાં મુખ્ય આરોપી કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ સહિત કુલ મળીને ૩૨ આરોપીને પકડવામાં આવેલ હતા અને કરોડો રૂપિયાનો માલ પકડવામાં આવ્યો હતો આ ગુનામા અત્યાર સુધીમાં મોરબી, અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીના શખ્સોને હસ્તગત કર્યા હતા અને તેઓને જેલ હવાલે કરવાં આવેલ છે જો કે, કેટલાક આરોપીઓના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે બાકીના હજુ પણ જેલમાં જ છે તેવામાં પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબી જિલ્લા એસઓજીના પીઆઇ જે.એમ.આલ અને તેની ટિમ દ્વારા મન્સૂર મહેબૂબ ચૌહાણ જાતે મુસ્લિમ (૩૫) રહે, બાગેતાહિર સરિફાબાદ સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના ૩૦ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે વધુમાં પોલિસ પાસેથી મળતી વિગત મુજબ આ આરોપીઓએ ૫૨૨ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન અમદાવાદ વિસ્તારમાં વેચ્યા હતા અને આ ગુનામાં હજુ બે આરોપીઓ નાસતા ફરે છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
