મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદના નિવાસ સ્થાન પાસે ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ !: ૨૦૦ થી વધુ લોકોએ તમાસો જોયો ?


SHARE







મોરબીમાં સાંસદના નિવાસ સ્થાન પાસે ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ !: ૨૦૦ થી વધુ લોકોએ તમાસો જોયો ?

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે ત્યારે આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે બંદૂકની અણીએ લૂંટ કરવા માટે બે શખ્સો આવ્યા હતા અને મોરબી પાલિકાના માજી ચેરમેનનો ભાઈ રોકડા રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં લઈને જતો હતો ત્યારે તેને આંતરવામાં આવ્યો હતો અને આંખમાં મરચાની ભૂકકી છાંટીને બંદૂક બતાવીને તેની પાસેથી રોકડા ભરેલી થેલી લૂટવા માટે મારા મારી કરી હતી ત્યારે યુવાને હિંમત કરીને તેનો પ્રતિકાર કર્યો હતો અને અન્ય બે યુવાનો તેની મદદે આવતા લૂંટ કરવા માટે આવેલા શખ્સો રોકડ ભરેલી થેલી છોડીને નાશી ગયા હતા જો કે, અમુક રકમ લૂંટી ગયા હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો કહી રહ્યા છે

મોરબી હવે બિહાર બની રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના ઘરે જઈને ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા, તેમજ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે તેવા અનેક બનાવોની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે લૂંટનો બનાવ બનેલ છે જેની મલીલ રહેલી માહિતી મુજબ મોરબી પાલિકાના માજી ચેરમેન સ્વ. સુરેશભાઇ ગાંગરામભાઈ બાવરાવાના ભાઈ વસંતભાઇ ગાંગરામભાઈ બાવરાવા રોકડા રૂપિયા ઘરેથી લઈને નવ બસ સ્ટેશન પાસે કોઈને આપવા માટે તેનું એક્ટિવા લઈને જતાં હતા ત્યારે દર્પણ સોસાયટી કે જયા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા રહે છે તેઓના નિવાસ સ્થાનની નજીકના વિસ્તારમાં જ ધોળા દિવસે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા વસંતભાઇ ઉપર મરચાની ભૂકી છાંટી હતી અને પછી તેની પાસે બંદૂક હતી તે બતાવીને તેની પાસે રહેલા રોકડા રૂપિયાની થેલી લૂંટવા માટેનો પ્રયત્ન કર્યો હતો

જો કે, વસંતભાઇએ તેનો પ્રતિકાર કર્યો હતો જેથી કરીને લૂંટ કરવા માટે આવેલા શખ્સે તેની પાસે રહેલી રહેલી બંદૂક વસંતભાઇને માથામાં મારી હતી જેથી તેને માથામાં ફૂટ થઈ ગઈ હતી અને લૂંટની ઘટનાને બે અજાણ્યા શખ્સો અંજામ આપી રહ્યા હતા ત્યારે ત્યાં ૨૦૦ કરતાં વધુ લોકો હાજર હતા અને તેઓ તમાસો જોતાં હતા ત્યારે મહાવીર બારડ અને પિયુષ પટેલ નામના બે યુવાનોએ હિંમત કરીને લૂંટારુ ઉપર પથ્થર મારો કર્યો હતો અને વસંતભાઇને બચાવ્યા હતા આટલું જ નથી તેઓએ લૂંટારુઓના હાથમાં બંદૂક હોવા છતાં પણ તેની પાસેથી રોકડ ભરેલી થેલી આંચકી લીધી હતી અને તેની પાસે ૫૦૦ ની નોટના બે બંડલ હતા તે પણ આંચકી લીધા હતા જો કે, સ્થળ ઉપર હજાર રહેલા અન્ય લોકોના કહેવા મુજબ લૂંટારુઓ લગભગ એક લાખ જેટલી રકમ લૂંટી ગયા છે હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત વસંતભાઇનું નિવેદન લઈને પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે, હત્યા, ચોરી, લુટનો પ્રયાસ જેવા બનાવાઓ વધી રહ્યા હોવાથી પોલીસની કામગીરી સામે હાલમાં સવાલ ઉભા થઇ રહ્યા છે ત્યારે બંદૂક લઈને લૂંટ કરવા આવેલા બે શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે






Latest News