મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી-ઉપપ્રમુખ પદે હિરાભાઇ ટમારીયા વિજેતા


SHARE













મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ પદે હંસાબેન પારઘી-ઉપપ્રમુખ પદે હિરાભાઇ ટમારીયા વિજેતા

મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી ત્યારે પ્રમુખ પદે હંસાબેન પારઘી બિનહરી ચૂંટાયેલા છે અને ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા ચૂંટાયા હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવેલ છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં આજે આગામી અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પ્રમુખ પદ માટે મહિલા અનુ. જાતિ અનામત હોવાથી એક જ ફોર્મ રજૂ થયું હતું અને હંસાબેન જેઠાભાઈ પારઘી કે જેઓ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા તે બિનહરીફ પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ઉપપ્રમુખ પદ માટે થઈને ભાજપ તરફેથી હીરાભાઈ ટમારીયા અને કોંગ્રેસ તરફથી મહેશભાઈ પારજીયાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે મતદાન કરવામાં આવ્યું ત્યારે ભાજપના ૨૪ પૈકીના ૧૪ સભ્યો દ્વારા હીરાભાઈ ટમારીયા તરફે મતદાન કરવામાં આવ્યું હતું જો કે કોંગ્રેસના ૧૦ પૈકીના એક સભ્ય ગેરહાજર રહ્યા હતા અને નવ સભ્યોએ મહેશભાઈ પારજિયા તરફે તરફ મતદાન કર્યું હતું આમ હીરાભાઈ ટમારીયા અને સૌથી વધુ મત મળ્યા હોવાથી તેને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયેલા હંસાબેન પારેઘીએ જિલ્લા પંચાયતના તમામ સભ્યોને સાથે રાખીને મોરબી જિલ્લામાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી






Latest News