ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો


SHARE







વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી હોસ્પિટલ દ્વારા રાજ્યસભા સાંસદ તરીકે નિમણૂક પામેલ વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેલેક્સી ગ્રુપના અબ્દુલભાઈ બાદી, લિયાકત બાદી અને ડોકટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, શિક્ષક સ્ટાફ, અને બેન્ક સ્ટાફ તેમજ સમગ્ર ગેલેક્સી પરિવાર દ્વારા રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાને ફુલ-હાર, તેમજ શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યસભાના સાંસદ દ્વારા ગેલેક્સી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કેસરીદેવસિહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે જે પારિવારિક નિભાવતા આવ્યા છીએ અને આવતા દિવસોમાં પણ સમાજને જ્યારે જરૂર પડશે ત્યારે હું હર હંમેશ તેમની સાથે ઊભો રહીશ.






Latest News