મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના માંડલ ગામ પાસે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના માંડલ ગામ પાસે થયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ઇજા પામેલ યુવાનને મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે હાલ ખાનગી હાસ્પિટલે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ રોડ ઉપરના માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજા થવાથી ધવલસિંહ જશુભા ગોહેલ (ઉમર ૨૮) રહે.રામકો વિલેજ સોસાયટી, ઘુંટું તા.જી.મોરબી ને ઇજાઓ પહોંચી હોય મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ અહિંની આયુષ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ રોડ ઉપર આવેલ કયુ સેવન સીરામીક પાસેથી ધવલસિંહ બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી ઇજા થતા તેને સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે વેલનાથપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા પામેલા સુરેશભાઈ જેસાભાઇ સાલાણી નામના ૨૦ વર્ષના યુવાનને ઇજાઓ થતા તેને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના પીપળી ગામ પાસે આવેલ મારૂતિ સોસાયટી વિસ્તારમાં રહેતા રઘુનાથ મારંડી નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના જેતપર રોડ ઉપર રેંજ સીરામીક પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા થવાથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો અને તે બાબતે જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્ક વિસ્તારના ગોલ્ડન હાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશ અંબારામભાઈ વિલપરા નામના ૪૦ વર્ષના યુવાનને બોનિપાર્ક વિસ્તારના ખૂણે બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરી આગળની તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના જુના બસ સ્ટેશન પાસે આંચકી ઉપડતા ૧૦૮ વડે જયેશભાઈ કાળુભાઈ મારવાડી (ઉમર ૨૫) રહે.નરોડા અમદાવાદને સારવાર માટે લઈ જવાયો હતો.




Latest News