મોરબીમાં જુદા-જુદા વિસ્તારોમાં રેડ કરીને પોલીસે 34 બોટલ દારૂ પકડાયો મોરબીના ચેક રીટર્ન કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો કરતી કોર્ટ મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળીને તળાવમાં ઝંપલાવી આપઘાત પાર્ટ-3: મોરબી જીલ્લામાં એકપણ પક્ષ સાથે જોડાયેલ આગેવાનનો સમાવેશ કર્યા વગર ખેડૂત આંદોલન માટે વિવિધ 6 કમિટીની રચના કરાઇ મોરબી તાલુકામાં એક જ રાતમાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં ધમધમતી જુગારની કલબ પકડાઈ; ૪૮ જોડી ગંજીપાના, ૯૫ ટોકન અને રોકડ સાથે ૬ જુગારી પકડાયા


SHARE







મોરબીમાં ઘરમાં ધમધમતી જુગારની કલબ પકડાઈ; ૪૮ જોડી ગંજીપાના, ૯૫ ટોકન અને રોકડ સાથે ૬ જુગારી પકડાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર સોસાયટીના રહેણાંક મકાનમાં જુગારની કલબ ચાલુ હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ૬ શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અલગ અલગ પ્રકારનું લખાણ લખેલા ૯૫ ટોકન, ૪૮ જોડી ગંજીપાના અને રોકડા ૮૬,૩૯૦ કબજે કરી પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલા આનંદનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નારણભાઈ કાનાબારના રહેણાંક મકાનમાં જુગારની ક્લબ ચાલુ હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી દિલીપભાઈ નારણભાઈ કાનાબાર, અહેમદભાઈ ઉર્ફે કાસમભાઇ ઈબ્રાહીમભાઇ જરગેલા, પરેશભાઈ મનજીભાઈ કાચરોલા, અશોકભાઈ પરસોત્તમભાઈ સવેરા, પ્રફુલભાઈ વિજયશંકરભાઈ પંડ્યા અને હરેશભાઈ નાનાલાલ મહેતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૪૮ જોડી ગંજીપાના, અલગ અલગ પ્રકારનું લખાણ લખેલા ૯૫ ટોકન તથા ૮૬,૩૯૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ પીધું

મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ રામકો સોસાયટીમાં રહેતા ધવલ દીપકભાઈ નિમાવત (૨૫) નામના યુવાને મોરબીમાં આવેલ બેઠા પુલ પાસે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

પિતા-પુત્રને ઇજા

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતા ગનીભાઈ યાકુબભાઈ નોબે (૩૨) અને તેના દીકરા આશિફ ગનીભાઈ નોબે (૧૫)ને મારા મારીમાં ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન સ્ટેશન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં પિતા પુત્રને ઈજા થયો હોવાથી સારવાર માટે લઈને આવ્યા હતા






Latest News