મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીક કાર ચાલક ઉપર છરી વડે કરાયેલા હુમલાના બનાવમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE









મોરબી નજીક કાર ચાલક ઉપર છરી વડે કરાયેલા હુમલાના બનાવમાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપરથી કાર લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવેલા રિક્ષાચાલકને રીક્ષા ધીમે ચલાવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી ત્યારબાદ બે અજાણ્યા શખ્સો પણ ત્યાં આવ્યા હતા અને કાર ચાલક સાથે માથાકૂટ કરવામાં આવી હતી ત્યારે રીક્ષા ચાલકે છરી વડે કાર ચાલક ઉપર  હુમલો કર્યો હતો જે ગુનામાં હુમલાખોરને પહેલા પકડી લેવામાં આવ્યો હતો અને આ ગુયાનમાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની સામેના ભાગમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં સ્નેહ રેસીડેન્સી બ્લોક નંબર ૪૦૨ માં રહેતા જયદીપભાઇ ગટોરભાઈ રાછડીયા જાતે પટેલ (૩૫) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નીતિનભાઈ સોલંકી અને બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીમાં કુબેર ટોકીઝ પાસે નેશનલ હાઈવે રોડના સર્વિસ રોડ ઉપરથી તેઓ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડમાં રીક્ષા ચલાવીને ટ્રકનો ઓવરટેક કરીને રવિ સોલંકી તેની કારની સામે આવતા ફરિયાદી યુવાને તેને રીક્ષા ધીમે ચલાવવાનું કહ્યું હતું જેથી ઉશકેરાઇ ગયેલા શખ્સે ફરિયાદીને ગાળો આપીને બોલાચાલી કરી હતી ત્યારબાદ બે અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા અને ત્રણેય શખ્સોએ કાર ચાલક સાથે ઝપાઝપી કરી હતી દરમ્યાન રવિ સોલંકીએ છરી વડે હુમલો કરીને ફરિયાદીને પેટના ભાગે છરી મારી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે રવિ નીતિનભાઈ સોલંકી જાતે વાણંદ (૨૭)ની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે વધૂ એક આરોપી રાહુલ પ્રવીણભાઈ ગડેશિયા જાતે કોળી (૨૩) રહે માધાપર વાળાની ધરપકડ કરેલ છે અને હજુ એક આરોપીને પકડવાનો બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બાઇક સ્લીપ
મોરબીના આવેલ રોહીદાસપરા વિસ્તારની અંદર રહેતા મિથુન પેથાભાઇ ખેર (૨૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ વીસ નાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે




Latest News