યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબી : અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન

પ્રાથમિક  આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી અરણીટીંબા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૨૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોર્યા હતા. ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન તેની શારીરિક અસરો, આર્થિક અસરો અંગે સમજ આપવામાં આવી હતી.ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ, ત્યારબાદ આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો.રવિરાજ મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.અંતે શાળાના આચાર્ય ચાવડા કિશનભાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ તથા ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા, એપેડેમીયોલોજિસ્ટ ડો.નિશા, પ્રોગામ આસીસ્ટન્ટ હીના પંડ્યા, તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર ડો.મહેજબીન ગઢવાળા, પૂર્વીબેન પરમાર, અને પ્રા.આ.કેન્દ્ર પીપલીયારાજના એમ.પી.એચ.એસ સલીમ પીપરવાડીયા, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ પણ ઉપસ્થિત રહેલ,અને કાર્યક્રમમાં સહયોગ કર્યો હતો.






Latest News