મોરબીમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થયેલ લૂંટના ગુનામાં બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો
હળવદ ભવાનીનગર વિસ્તારમાં રહેતી મહિલા ગુમ
SHARE
હળવદ ભવાનીનગર વિસ્તારમાં રહેતી મહિલા ગુમ
હળવદ ભવાનીનગર વિસ્તારની અંદર રહેતા યુસુબભાઈ કરીમભાઈ ખુરેશી (૩૦) એ હાલમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓના પત્ની હુસેનાબેન યુસુફભાઈ ખુરેશી (૩૦) કે જે કડિયા કામ કરતા હતા તે ગત તા.૨૮-૭ ના સાંજે છએક વાગ્યે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે અને બે માસ વિતી જવા છતા હજુ સુધી તેઓનો કોઈ પત્તો લાગેલ નથી જેથી કરીને હાલમાં હળવદ પોલીસે મહિલા ગુમ થયા હોવા અંગેની નોંધ કરી છે જેની જે.કે.ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ નજીક આવેલ વૈભવ હોટલ પાસે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં નવઘણભાઈ ભૂપતભાઈ કોળી નામના યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રફાળેશ્વર ગામે માતા-પુત્રી વચ્ચે સામસામી મારામારી થતા તેમાં હેમીબેન કલ્યાણજીભાઈ ચૌહાણ (૬૫) અને રેખાબેન કલ્યાણજીભાઈ ચૌહાણ (૩૮) ને ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે તપાસ આદરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો ગનીભાઈ હાજીભાઈ પઠાણ નામનો ૩૫ વર્ષીય યુવાન કામ સબબ મોરબી આવ્યો હતો અને મોરબીના નવલખી ફાટક પાસે ઊભો રહીને વવાણીયા જવા માટે વાહનની રાહ જોઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા કારચાલકે નવલખી ફાટક પાસે ગનીભાઈ પઠાણ નામના યુવાનને હડફેટે લેતાં જમણા પગના ભાગે ઇજા થવાથી ગનીભાઇને અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો. જેથી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.