મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થયેલ લૂંટના ગુનામાં બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીમાં ધોળા દિવસે બંદૂકની અણીએ થયેલ લૂંટના ગુનામાં બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો

મોરબી શહેરમાં ગઇકાલે બપોરના સમયે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે બંદૂકની અણીએ લૂંટ કરવા માટે બે શખ્સો આવ્યા હતા અને મોરબી પાલિકાના માજી ચેરમેનનો ભાઈ રોકડા રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં લઈને જતો હતો ત્યારે તેને આંતરીને તેની આંખમાં મરચાની ભૂકકી છાંટીને બંદૂક બતાવીને તેની પાસેથી રોકડા ભરેલી થેલી લૂટવા માટે મારા મારી કરી હતી ત્યારે યુવાને હિંમત કરીને તેનો પ્રતિકાર કર્યો હતો અને અન્ય બે યુવાનો તેની મદદે આવતા લૂંટ કરવા માટે આવેલા શખ્સો રોકડ ભરેલી થેલી છોડીને નાશી ગયા હતા જો કે, અમુક રકમ લૂંટી ગયા હોય કેટલી રકમ લઈ ગયા છે તેની કોઈ સ્પષ્ટતા નથી જો કે, હાલમાં ભોગ બનેલા યુવાને બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવહી કરલે છે

 મોરબીમાં પોલીસના અસ્તિત્વની સામે સવાલો ઊભા થાય તેવા બનાવો હવે રોજબરોજ બનવા લાગ્યા છે તેવામાં ગઇકાલે રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે લૂંટનો બનાવ બનેલ હતો જેમાં મોરબી પાલિકાના માજી ચેરમેન સ્વ. સુરેશભાઇ ગાંગરામભાઈ બાવરાવાના ભાઈ વસંતભાઇ ગાંગરામભાઈ બાવરાવા રોકડા રૂપિયા ઘરેથી લઈને નવ બસ સ્ટેશન પાસે કોઈને આપવા માટે તેનું એક્ટિવા લઈને જતાં હતા ત્યારે દર્પણ સોસાયટી કે જયા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા રહે છે તેઓના નિવાસ સ્થાનની નજીકના વિસ્તારમાં જ ધોળા દિવસે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા વસંતભાઇ ઉપર મરચાની ભૂકી છાંટી હતી અને પછી તેની પાસે બંદૂક હતી તે બતાવીને તેની પાસે રહેલા રોકડા રૂપિયાની થેલી લૂંટવા માટેનો પ્રયત્ન કર્યો હતો

 જો કે, વસંતભાઇએ તેનો પ્રતિકાર કર્યો હતો જેથી કરીને લૂંટ કરવા માટે આવેલા શખ્સે તેની પાસે રહેલી રહેલી બંદૂક વસંતભાઇને માથામાં મારી હતી જેથી તેને માથામાં ફૂટ થઈ ગઈ હતી અને લૂંટની ઘટનાને બે અજાણ્યા શખ્સો અંજામ આપી રહ્યા હતા ત્યારે ત્યાં ૨૦૦ કરતાં વધુ લોકો હાજર હતા અને તેઓ તમાસો જોતાં હતા જો કે, મહાવીર બારડ અને પિયુષ પટેલ નામના બે યુવાનોએ હિંમત કરીને લૂંટારુ ઉપર પથ્થર મારો કર્યો હતો અને વસંતભાઇને બચાવ્યા હતા આટલું જ નથી તેઓએ લૂંટારુઓના હાથમાં બંદૂક હોવા છતાં પણ તેની પાસેથી રોકડ ભરેલી થેલી આંચકી લીધી હતી અને તેની પાસે ૫૦૦ ની નોટના બે બંડલ હતા તે પણ આંચકી લીધા હતા જો કે, સ્થળ ઉપર હજાર રહેલા અન્ય લોકોના કહેવા મુજબ લૂંટારુઓ લગભગ એક લાખ જેટલી રકમ લૂંટી ગયા છે હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત વસંતભાઇ ગાંગરામભાઈ બાવરાવાની ફરિયાદ લઈને બે અજાણ્યા શખ્સોની સામે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે

હાલમાં મોરબી સિટી એ ડિવિઝને જે ફરિયાદ નોંધાઈ છે તેમાં જણાવ્યા મુજબ પંચાસર રોડ ઉમીયાજી સોસાયટી સરદાર હિલ એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઇ ગંગારામભાઈ બાવરવા આંગળીયાનું કમીશન તરીકે કામ કરે છે અને આંગળીયાના રોકડ રૂપીયા એક જગ્યાએથી લઇ બીજી જગ્યાએ આપવા જતા હતા જેથી કરીને પાર્સલોમાં કેટલા રૂપીયા હતા તે તેઓને ખબર હતી નહી દરમ્યાન બે અજાણ્યા શ્ખ્સોએ બાઇક ઉપર આવીને મરચાની ભૂકી છાંટી રોકડા રૂપીયાના પાર્સલો ઝુંટવાનો પ્રયાસ કાર્યોપ હતો અને એક પાર્સલ તુટી જતા તેમાથી રૂપીયાનું બંડલ લઇ ભાગવા પ્રયાસ કરતા હતા જો કે, ફરિયાદીએ આરોપીના બાઈકની ચાવી કાઢી લીધી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ચાવી પાછી આપવા કહ્યું હતું જો કેઆરોપીને ભાગવા નહી દેવા લોખંડના પાઇપને બાઈકના વ્હીલમાં ભરાવી દીધો હતો અને જેથી આરોપીના હાથમાં રહેલ રૂપીયાનું બંડલ પડી ગયું હતું અને બે પૈકીનાં એક શખ્સે રીવોલ્વર જેવા હથીયારથી ફરીયાદીને માથામાં ઉંધા બે ત્રણ ઘા મારીને ઇજાઓ કરી હતી બાદમાં આ શખ્સો ભાગી ગયા હતા જો કેતુટી ગયેલ પાર્સલોમાંથી કેટલા પૈસા આરોપીઓ લઇ ગયા છે તેની ફરિયાદીને કોઈ જાણ નથી હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News