યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામે ગણેશ વિસર્જન  સમયે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના રાતાવિરડા ગામે ગણેશ વિસર્જન  સમયે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ કારખાનામાં ગણપતિ વિસર્જન માટે ગામ પાસે આવેલ તળાવ ખાતે લોકો આવ્યા હતા ત્યારે ગણેશ વિસર્જન સમયે એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા જગદીશભાઈ ભુરાભાઈ જોશી (૨૨) નામનો યુવાન રાતાવિરડા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજતા તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ જસપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાતાવીરડા પાસે આવેલ લાટો સીરામીકમાં ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને તે ગણેશ વિસર્જન સમયે ગામના તળાવમાં ડૂબી જવાથી જગદીશભાઈ જોશીનું મોત નિપજ્યું છે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એસિડ પી ગઈ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે રેસા સીરામીકમાં અંજલી અરવિંદભાઈ પરમાર (૧૩) નામની બાળકી કોઈ કારણોસર એસિડ ગઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News