યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉછીના રૂપિયા માટે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ


SHARE







વાંકાનેરમાં ઉછીના રૂપિયા માટે થયેલ મારા મારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના હસનપરમાં ઉછીના પૈસા મામલે થયેલા ઝઘડા બાદ નોંધાયેલ ફરિયાદ પછી વળતી ફરિયાદ નોંધાઈ છે જેથી વાંકાનેર પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા કરમશીભાઇ રવજીભાઇ વાઘેલાએ હાલમાં સંજયભાઇ કાંતિભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઉછીના પૈસા માંગતા આરોપીએ ઉછીના પૈસા ન આપીને ફરિયાદી સંજયભાઈના ઘર પાસેથી નીકળતા તેને ગાળો આપી હતી ને ત્યાર બાદ બોલાચાલી કરી હતી અને પાવડાના હાથા વડે માથામાં માર માર્યો હતી જેથી સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીમાં રહેતા રવિ પ્રસાદભાઈ ભુસાર નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવને પગલે જાણ થવાથી તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર એમ.જે.કહાંગરા દ્વારા બનાવ સંદર્ભે તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના જેતપર ગામે મહેશભાઈની વાડીએ મજૂરી કામ કરતા અને ત્યાં જ રહેતા અનિલ રમેશભાઈ પસાયા નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર વાડી વિસ્તારમાં ઝેરી દવા પી ગયો હતો.જેથી તેને જેતપર પીએચસી ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે બાબુભાઈ તેને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા.બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News