હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો કવિઝ કોમ્પિટિશનમાં માધાપરવાડી શાળાની બાળાઓ ઝળકી


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો કવિઝ કોમ્પિટિશનમાં માધાપરવાડી શાળાની બાળાઓ ઝળકી

મોરબીમાં ભારત વિકાસ પરિષદની જિલ્લાની શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે ભારત કો જાનો જિલ્લા કક્ષાની કવિઝ કોમ્પિટિશન આયોજન નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે  કરવામાં આવેલ હતું જેમાં માધાપરવાડી કન્યા શાળાની વંદના હંસરાજ પરમાર અને હેન્સી દિલીપભાઈ પરમાર જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયેલ છે વિદ્યાર્થીનીઓએ વેદ વ્યસજીના પિતાજીનું નામ શું હતું? ચેટીચાંદ કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું?ચાણક્યનું મૂળ નામ શું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે ૧૦૪ ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા  પ્રશ્નોની કવિઝ કોમ્પિટિશનમાં ધો. ૬ થી ૮ ના વિભાગમાં હેન્સી પરમાર અને વંદના પરમારે સર્વોત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરી પ્રાંત કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતા અને શાળાનું ગૌરવ વધારવા બદલ માધાપરવાડી શાળા પરિવાર તરફથી બંને બાળાઓને  અભિનંદન પાઠવેલ છે સમગ્ર કોમ્પિટિશનમાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.જયેશ પનારા અને હિંમતભાઈ મારવણીયા મંત્રી તેમજ પ્રકલ્પ સંયોજક હિરેનભાઈ ધોરિયાણી આચાર્ય રવાપર તાલુકા શાળા અને રાવતભાઈ કાનગડ આચાર્ય લખધીરનગર પ્રાથમિક શાળા દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળા કક્ષાએ જયેશભાઈ અગ્રાવતે બંને બાળાઓને જરૂરી સાહિત્ય પૂરું પાડ્યું હતું અને કવિઝ કોમ્પિટિશનમાં બાળાઓ સાથે જિલ્લાકક્ષા સુધી જોડાયા હતા.




Latest News