મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ સિરામિક ટાઇલ્સ-સેનિટરી વેરની પસંદગી


SHARE













મોરબી જિલ્લામાંથી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ સિરામિક ટાઇલ્સ-સેનિટરી વેરની પસંદગી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં ૨ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધી 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન યોજાનારા ૨-૩ દિવસીય એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) હેઠળ દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલ પ્રોડક્ટને અગ્રતા આપવામાં આવશે.

૯ ઓક્ટોબરના રોજ મોરબી ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSMEs) રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી' કાર્યક્રમ આયોજિત થશે. મોરબી જિલ્લામાંથી ODOP હેઠળ સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેરની પસંદગી કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો મોરબી જિલ્લો શિરમોર છે. આજે ગુજરાતનો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ બન્યો છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર, ઔદ્યોગિક અને તકનીકી સિરામિક્સના ૧૦૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાતનું મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે.

મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી જિલ્લામાં અંદાજિત ૧૦૦૦ સિરામિક એકમો આવેલા છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ૬૦૦૦૦ કરોડનું છે. આ એકમો અંદાજિત ૪ લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ગુજરાતમાંથી સિરામિક સેક્ટરમાં ૨૦,૦૦૦ કરોડથી વધુ રકમની નિકાસ થઈ છે, જે ભારતની કુલ સિરામિક નિકાસના ૮૦ ટકા છે અને તેમાં મોરબી જિલ્લાના સિરામિક ક્લસ્ટરમાંથી ૧૫,૦૦૦ કરોડથી પણ વધુ રકમની નિકાસ કરવામાં આવી છે.

સિરામિક ક્ષેત્રની જેમ પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતનો મોરબી જિલ્લો નજીકના ભવિષ્યમાં અગ્રણી જિલ્લા તરીકે સ્થાન મેળવી શકે છે. હાલ મોરબી જિલ્લામાં પીપી વુવન પ્રૉડક્ટના કુલ ૧૫૦ એકમો કાર્યરત છે. મોરબીનો પોલીપેક ઉદ્યોગ હાલમાં આશરે વાર્ષિક ૫ લાખ મેટ્રિક ટન  (MT)  પીપી વુવન ફેબ્રીકનું ઉત્પાદન કરે છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ૫૫૦૦ કરોડનું છે. પોલીપેક ઉદ્યોગ હાલ મોરબીના અંદાજિત 1૨૦૦૦૦ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. તો વોલ કલોક અને ગીફ્ટ આર્ટિકલ ઉદ્યોગ પણ મોરબીમાં ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો ૭૫ ટકા હિસ્સો ધરાવે છે. મોરબી જિલ્લામાં વોલ કલોકના આશરે ૯૦ એકમો આવેલા છે. આ ઉદ્યોગ અંદાજિત ૧૮,૦૦૦ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગાર પૂરો પાડે છે, જે પૈકી ૧૬,૦૦૦ મહિલાઓ છે. અને વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ૭૦૦ કરોડનું છે તે ઉપરાંત પેપર મીલના ૬૦ થી વધારે એકમો છે જેનું ૩૦૦૦ કરોડનું મૂડીરોકાણ  ચ અને ૧૦,૦૦૦ લોકોને રોજગારી આપે છે તેમજ ૩૦ થી વધુ મીઠાના મોટા એકમો આવેલ છે તેમાં પણ ઘણા લોકોને રોજગારી મળી રહી છે






Latest News