મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

હળવદ: પતિ કામની ઉપાધિમાં જમતા ન હોવાથી ઝેરી દવા પી ગયેલ પત્નીનું મોત


SHARE













હળવદ: પતિ કામની ઉપાધિમાં જમતા ન હોવાથી ઝેરી દવા પી ગયેલ પત્નીનું મોત

 હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતી મહિલાએ વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, મહિલાના પતિ કામની ઉપાધિમાં જમતા ન હતા જેથી લાગી આવતા તે મહિલાએ ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નીપજયું છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા નીતાબેન નવઘણભાઈ દલસાણીયા (૩૭) નામની મહિલાએ પોતે વાડી વિસ્તારમાં હતી ત્યારે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતાબેન દલસાણીયાનું મોત નીપજયું હતી જેથી કરીને હોસ્પિટલ મારફતે હળવદ તાલુક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી હતી ત્યારે એવી ચોકાવનારી માહિતી સામે આવી છે કે, મહિલાના પતિ કામની ઉપાધિમાં બે દિવસથી જમતા ન હતા જેથી કરીને મહિલાને લાગી આવતા તેને ઝેરી દવા પીધી હતી અને તેનું મોત નીપજયું છે

બાઈલ  સ્લીપ

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા શિવલાલ વિઠ્ઠલભાઈ કુંડારીયા (૬૫) નામના વૃદ્ધ ઉંચી માંડલ ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલા ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ડાબા હાથમાં ઈજા થઇ

હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

કાનપુરના રાજપુરાનો રહેવાસી આરીફ મન્સૂરી (૨૩) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઇજા થતાં આરીફ મન્સૂરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પરમાર ચલાવી રહ્યા છે 






Latest News