મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો
વાંકાનેરમાં લુણસરીયા ફાટક પાસેથી ૯૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ પકડાયા
SHARE
વાંકાનેરમાં લુણસરીયા ફાટક પાસેથી ૯૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ પકડાયા
વાંકાનેર નજીક થાન રોડ ઉપર વાંકાનેર તરફ લુણસરીયા ફાટક પાસેથી જતી કારને રોકીને પોલીસે ચેક કરતાં તેમાથી ૯૬ બોટલ દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે દારૂ અને કાર મળીને ૧.૩૬ લાખનો મુદામાલ કબજે કરીન બે શખ્સોની ધરપકડ કરેલ છે
વાંકાનેરના પીઆઇ બી.જી સરવૈયાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ બી.ડી જાડેજા અને ટિમ કામ કરી રહી છે ત્યારે હીરાભાઇ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા રાતે પેટ્રોલીંગમાં હતા ત્યારે હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલાને બાતમી આધારે થાન રોડ ઉપરથી વાંકાનેર તરફ લુણસરીયા ફાટકથી એક વેગેનઆર કાર નં જીજે ૨૭ કે ૪૬૧૯ વાળી નીકળી હતી જેને રોકીને ચેક કરતાં તેમાથી દારૂની ૯૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૬૦૦૦ નો દારૂ, એક લાખની કાર એમ કુલ મળીને ૧,૩૬,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી મનસુખભાઈ બાબુભાઈ વાઘેલા (ઉ.૨૮) રહે. સોમાસર તાલુકો મુળી અને ગણપતભાઇ મોહનભાઈ વાઘેલા (ઉ.૨૪) રહે. બંને સોમાસર તાલુકો મુળી વાળાને પકડીને દારૂ કયાથી લઈને આવ્યા હતા અને કયા આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરેલ છે