મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો
SHARE
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે સોમવારે ભરતી મેળો
શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) મોરબી ખાતે તા ૦૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે રાજ્યમાં કાર્યરત મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત જિલ્લાના યુવાનોને રોજગારી મળે તેમજ ઉધોગોને કુશળ મેનપાવર મળી રહે તેવા હેતુ સાથે જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.
મોરબી ખાતે જે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબી જિલ્લા સ્થિત ઔધોગીક એકમો, હોસ્પીટલો તથા મેરીટાઇમ બોર્ડ (નવલખી પોર્ટ) વગેરે મળી કુલ ૨૧ નોકરી દાતાઓ હાજર રહેનાર છે. તેમજ આશરે ૧૪૬ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે. જેથી કરીને જે ઉમેદવાર આ ભરતી મેળાનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા આઈ.ટી.આઈ. ખાતે તા 0૪/૧૦ ના રોજ સવારે ૯:૩૦થી ૧૬:૦૦ સુધીમાં આવી જવાનું રહેશે અને આ ભરતી મેળા માટે વધુ જાણકારી જોઈતી હોય તો મો ૯૯૭૯૩ ૮૩૨૮૮ અને ૭૦૧૬૬ ૩૯૪૫૧ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે