મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

વહીવટ માટે અધિકારીઓ ફાઈલો દબાવી રાખતા હોવાનો મોરબી સિરામિક એસ.ના પ્રમુખનો કલેકટરની હાજરીમાં બળાપો 


SHARE













વહીવટ માટે અધિકારીઓ ફાઈલો દબાવી રાખતા હોવાનો મોરબી સિરામિક એસ.ના પ્રમુખનો કલેકટરની હાજરીમાં બળાપો 

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના જુદાજુદા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને છેલ્લા ૧૦ મહિનાથી ઇન્સેંટિવ મળતું નથી જેથી કરીને ૧૫૦ કરોડથી વધુની રકમ રોકાઈ ગયેલ છે ત્યારે અધિકારીઓએ વહીવટ માટે ફાઈલો દબાવી રાખતા હોવાનો મોરબી સિરામિક એસ.ના પ્રમુખે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની હાજરીમાં બળાપો કાઢ્યો હતો  

મોરબીમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની હાજરીમાંવાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીના કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો અને મંત્રી થોડી વાર પછી નીકળી ગયા હતા ત્યાર બાદ ઓપન હાઉસ જેમાં ઉદ્યોગપતિ સાથે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિરામિક ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ સહિતના જુદાજુદા ઉદ્યોગને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને નેચરલ ગેસના ભાગમાં છેલ્લી ઘડીએ વધારો કે ઘટાડો જાહેર કરવામાં આવે છે જેથી ઉદ્યોગકારોને થતાં નુકશાનની ચર્ચા કરવામાં આવી હતી તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા જે માલનું વેચાણ કરવામાં આવે છે તેના ઉપર સીજીએસટી અને એસજીએસટી લાગે છે જો કે, ઇન્સેંટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ વર્ષ ૨૦૨૬-૧૭ ની સ્કિમુજબ  અહીના ઉદ્યોગકારોને ઇન્સેંટિવ આપવામાં આવતું હતું જો કે, છેલ્લા ૧૦ મહિનાથી અધિકારીઓ દ્વારા ઇન્સેંટિવ આપવામાં આવતું નથી જેથી મોરબીની ૧૫૦ કરોડથી વધુની રકમ રોકાયેલ પડી છે જેથી કરીને કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં મોરબી સિરામિક એસ.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, અધિકારીઓ વહીવટ કરવા માટે થઈને ફાઈલો દબાવી રાખે છે જેથી કરીને આ પ્રશ્નનો વહેલમાં વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત લાઇટ, પાણી, રોડ રસ્તના રાબેતા મુજબના પ્રશ્નો આ વાઇબ્રન્ટના કાર્યક્રમમાં પણ આવ્યા હતા જો કે, તે ઉકેલાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News