મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડે ક્રોસ થતાં બે ટ્રક વચ્ચે બાઇક આવી જતાં યુવાનનું મોત


SHARE













મોરબીના સરતાનપર રોડે ક્રોસ થતાં બે ટ્રક વચ્ચે બાઇક આવી જતાં યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર જી-ટોપ કારખાના સામે રસ્તા ઉપરથી બે ટ્રક એકબીજાને ક્રોસ કરતા હતા ત્યારે બાઈક લઈને પસાર થયેલા યુવાને ટ્રકની સાઈડ કાપતા બંને ટ્રકની વચ્ચે બાઇક આવી ગયું હતું જેથી કરીને તે યુવાનને માથા, છાતી અને શરીરે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા જગદીશભાઈ ઉર્ફે ઘનશ્યામભાઈ સવજીભાઈ કણસાગરા જાતે પટેલ (૫૦)એ હાલમાં તેના મૃતક દીકરા ચિંતન જગદીશભાઈ કણસાગરા જાતે પટેલ (૨૩) રહે. કામધેનુ રિસોર્ટ સામે ઓશો ટાવર છઠ્ઠા માળે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર જી-ટોપ કારખાના સામે રસ્તા ઉપરથી તેનો દીકરો બાઈક નંબર જીજે ૩૬ એએચ ૩૦૬૮ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર બે ટ્રક એકબીજાને ક્રોસ થઈ રહ્યા હતા ત્યારે બે ટ્રકની વચ્ચેથી મૃતક યુવાન પોતાનું બાઈક લઈને સાઈડ કાપતો હતો ત્યારે બંને ટ્રકની વચ્ચે તે આવી ગયો હતો જેથી ટ્રકના ટાયરમાં આવી જતા ચિંતનને માથા, છાતી અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબી શહેરના વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રીટાબેન અમિતભાઈ પોપટ (૩૮) નામના મહિલાને માર માર્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વાલભા ચાવડા દ્વારા કરવામાં આવી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા ઘરે હતી ત્યારે તેના પતિ અને સસરાએ તેને માર મારતા ઇજા થવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ચિરાગ રાજેશભાઈ જાની (૨૫) નામનો યુવાન મોરબીના જાંબુડીયા ગામ પાસે મોજીલા સીરામીક સામેથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ મકહાંગરા ચલાવી રહ્યા છે






Latest News