મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાંથી ૯.૫૮ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં દુકાનમાંથી ૯.૫૮ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાતીમાં કહેવત છે “ભરોસાની ભેંસ પાડો જાણે” આવું જ કઈક મોરબીના વેપારી સાથે થયું છે જેમાં મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા વેપારીએ તેની થાય કામે રાખેલા માણસે જ દુકાનમાંથી ચોરી કરી છે અને આ શ્ખ્સા જ્યારે પણ ગોડાઉનમાં માલ કાઢવા માટે જય ત્યારે તેના માણસને બોલાવી લેવો હતો અને બાગબાન તમાકુના કાર્ટૂનની ચોરી કરતો હતો અને તેને કુલ મળીને ૯,૫૮,૭૦૦ ની તમાકુની ચોરી કરેલ છે જે આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે

હવે તો દુકાનમા માણસોને કામે રાખવામા પણ વિચારવું પડે તેમ છે કેમ કે પહેલા ઘર કે દુકાનમાંથી રોકડા કે દાગીનાની ચોરી કરતાં હતા જો કે, હવે તો દુકાન કે ગોડાઉનમાંથી તમાકુની પણ ચોરી કરવામાં આવે છે વાત સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રોયલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ ધમસાણીયા જાતે પટેલ (૪૦)એ તેના જ કર્મચારી જયદીપભાઇ બીપીનભાઈ કાઠીયા રહે. માધાપર હનુમાન ચોક મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની તેની દુકાન છે અને તે દુકાનમાં તેણે આરોપી જયદીપભાઇ કાઠીયાને કામે રાખ્યો હતો જો કે, આ શખ્સે ફરિયાદીની જાણ બહાર તેની દુકાનમાંથી તમાકુના અલગ અલગ ૧૯ જેટલા કાર્ટૂનની ચોરી કરી હતી અને તે વેચી નાખેલ હતા જેથી કરીને કુલ મળીને ૯,૫૮,૭૦૦ રૂપિયાના તમાકુના કાર્ટુનની ચોરી થયાની દુકાનદાર દ્વારા તેના જ કર્મચારી સામે નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ચોરીના ગુનામાં સંદીપ ઉર્ફે જયદીપ બીપીનભાઈ કાઠીયા (૨૨) રહે. માધાપર હનુમાન ચોક મોરબી વાળાની ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેની પાસેથી મુદામાલ રિકવર કરવા માટેની કવાયત હાથ ધરી છે






Latest News