મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત 


SHARE













મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત 

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા આજે તા ૧૪ ને શનિવારના રોજ રાસોત્સવ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબીમાં રહેતા સમસ્ત જૈન સમાજના બહેનો અને બાળકો માટે રાસોત્સવ-૨૦૨૩ નું આયોજન કરેલ છે અને આજે બપોરે ૩:૦૦ વાગ્યાથી રસોત્સવ શરૂ થશે. અને રાસોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે અને રાસોત્સવના સ્થળે વિવિધ જૈન વાનગીના ફુડ સ્ટોલ પણ રાખવામા આવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના ખ્યાતિબેન શેઠનીતાબેન દોશીપ્રિયલ મહેતા અને દીનાબેન સુતરીયા દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે

શક્તિધામ નવરાત્રી મહોત્સવ

મોરબીમાં સતવારા મિત્ર મંડળ દ્વારા સતવારા સમાજ માટે શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં નવરાત્રી દરમિયાન સતવારા સમાજ  માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે તેમજ નવરાત્રી દરમિયાન તમામ લોકોને તિલક કરીને અને આઈડી પ્રૂફ ચેક કરીને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે તેમજ શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં એક પણ હિન્દી સોંગ ગાવામાં નહીં આવે અને પ્રાચીન  ગરબાની રમઝટ બોલાવવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News