મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે નજીવી વાતે થયેલ મારામારીમાં પાંચ સામે ફરીયાદ


SHARE







મોરબીના રવાપર ગામે નજીવી વાતે થયેલ મારામારીમાં પાંચ સામે ફરીયાદ

મોરબી નજીકના રવાપર ગામે સામાન્ય બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દંપત્તિને ઈજા થયેલી હોય સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાન દ્વારા પાંચ સામે ફરિયાદ નોંધાવાતા પોલીસ આગળની તપાસ હાથ ધરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારાની કલ્યાણપરના અને હાલ મોરબીના રવાપર ગામે આવેલ હરી ટાવરમાં રહેતા હરેશભાઈ હંસરાજભાઈ કકાસણીયા પટેલ (ઉમર ૪૩) અને મીનાબેન હરેશભાઈ કકાસણીયા (ઉમર ૪૦) ને તેઓના ઘરમાં ઘુસીને માર મારવાનો બનાવ બન્યો હતો જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં ભોગ બનેલા હરેશભાઈ હંસરાજભાઈ કકાસણીયાએ તેઓના એપાર્ટમેન્ટમાં જ રહેતા અમરશાભાઇ હરિભાઈ ચંદ્રોલા, ભરત હરિભાઈ ચંદ્રોલા, મુક્તાબેન હરિભાઈ ચંદ્રોલા, પ્રતીક હરિભાઈ ચંદ્રોલા અને રાજ જાદવજીભાઈ ચંદ્રોલા સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતું કે અવારનવાર તેઓનો પુત્ર એપાર્ટમેન્ટમાં સાયકલ રાખે ત્યારે સામેવાળાઓ યેનકેન પ્રકારે ઝઘડા કરતા હતા અને બિનજરૂરી બોલાચાલી થાય તે પ્રકારનું વર્તન કરતા હતા.દરમિયાનમાં ઘરની સાફ-સફાઈ ચાલતી હોય હરેશભાઈના પત્ની મીનાબેનએ પોતાનું ગાદલુ તડકે સુકવવા માટે આપાર્ટમેન્ટની છત ઉપર રાખ્યુ હતું ત્યારે સામેવાળા અમરશીભાઈ ચંદ્રોલાએ તેઓના ગાદલામાં પક્ષીને નાંખવાની ચણ નાંખી દીધી હતી..! અને તે વાતે બોલાચાલી થતા ઉપરોક્ત લોકો એકસંપ કરીને તેઓના ફ્લેટમાં ગયા હતા અને ત્યાં દંપતી સાથે ઝઘડો કર્યો હતો તેમ ભોગ બનેલ યુવાને પોલીસને જણાવેલ જેથી પોલીસે ફરિયાદ નોંધીને સામાવાળાઓના અટકાયતી પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે રામધન આશ્રમની બાજુમાં આવેલા પ્રભુ કૃપા ટાઉનશિપમાં નિયોન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ ડાયાભાઈ સેડાત નામના ૫૫ વર્ષીય આધેડને વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બનાવ બાબતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે તા.૧૨ ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં મનસુખભાઈ જાંબુડીયા ગામ નજીક આવેલ સિરામીક યુનીટ તરફથી પોતાના ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જાંબુડીયા પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં તેઓને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.હાલ આ બાબતે તાલુકા પોલીસ સ્ટાફના મહેશભાઈ કહાંગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા સારવારમાં

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા શંકરભાઈ પ્રેમજીભાઈ તડવી નામના ૨૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મહેશભાઇ કહાંગરા દ્વારા બનાવના કારણ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




Latest News