મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી થયેલ બે અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ
SHARE
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી થયેલ બે અપહરણના ગુનામાં બે આરોપીની ધરપકડ
મોરબી શહેરી વિસ્તારમાં અગાઉ અનેક વખત સગીરાઓ તથા યુવતીઓના અપહરણ થયાના બનાવો સામે આવ્યા છે તેવી જ રીતે તાજેતરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી એક અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી એક એમ કુલ મળીને બે અપહરણ કરવામાં આવ્યા હતા જે બંને બનાવમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે
મોરબી સીટી વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરીનું લગ્ની લાલચ આપીને મોરબી વિસીપરામાં આવેલ રોહિદાસપરા ચાર ગોડાઉન નજીક રહેતો સાહિલ અલ્યાસ કટિયા જાતે મિંયાણા નામનો શખ્સ ગત તા.૯-૧૦ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયો હતો જેથી ભોગ બનનાર સગીરાની માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી સાહિલ અલ્યાસભાઈ કટિયા જાતે મિંયાણા (૧૯) રહે. રોહિદાસપરા વીસીપરા મોરબી વાળની એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને તેની ટીમે ધરપકડ કરેલ છે તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું ગઇકાલે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારે પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ બનાવમાં પોલીસે આરોપી પ્રવીણ ઉર્ફે વિપુલ ગેલાભાઈ જીકરિયા જાતે બારોટ (૨૧) રહે. ઉમિયા નગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મારામારીમાં ઈજા થતા રાજકોટ ખસેડાયો
મોરબીના વાવડી ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ધાંધલપરા નામના ૨૯ વર્ષના યુવાને મારામારીમાં ઈજા થતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે વાવડી ગામના ભરત ગોવિંદ ધાંધલપરાને તા.૧૦ ના રોજ રાત્રિના સમયે લખધીરપુર રોડ ઉપર આવેલ એસઆર કારખાના નજીક ઝઘડો થયો હતો જેમાં સામેવાળા સુનિલ નામના શખ્સ સાથે ઝઘડો થતા સુનિલે ધોકા વડે ભરત ધાંધલપરાને માર માર્યો હોય અને શરીરે થયેલી મુઢ ઇજાઓના પગલે તેને વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ બીટ વિસ્તારના જમાદાર જસપાલસિંહ જાડેજા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા સાંકેત અનિલભાઈ નકુમ નામના નવ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રાના જણાવ્યા પ્રમાણે સાંકેત બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે રફાળેશ્વર પાસે તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.