મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે હાઇકોર્ટ સુધી લડત ચલાવીને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં વિમેદારને ૧૩.૬૦ લાખનું વળતર અપાવ્યુ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે હાઇકોર્ટ સુધી લડત ચલાવીને ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં વિમેદારને ૧૩.૬૦ લાખનું વળતર અપાવ્યુ

મોરબી જિલ્લા-શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને તેઓની ટીમ દ્વારા વીમા કંપની દ્વારા હાઇકોર્ટમાં કરાયેલ રજૂઆતમાં છેક હાઇકોર્ટ સુધી લડત આપીને મૃતક વિમેદાર કે જેઓ ગ્રુપ વીમામાં આવતા હોય અને તેઓનું અકસ્માતમાં મોત નિપજયુ હતુ.જોકે મૃતક કે જેતે સમયે વાહન ચલાવનાર મૃતકના પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં પણ રૂા.૧૩.૬૦ લાખથી વધુની રકમનો વીમો મંજૂર કરાવ્યો હતો.અત્રે નોંધનીય છે કે જો આકસ્મિક ઘટનામાં વીમો હોય અને જરૂર પડે ઘટના બન્યા બાદ તાત્કાલિક ડોક્યુમેન્ટ એકત્રીત કરીને જો યોગ્ય રજૂઆત (કેસ) કરવામાં આવે તો વિમેદારને ચોક્કસ પૂરતી રકમ મળે છે.આ માટે જરૂર પડ્યે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરવા પણ યાદીમાં જણાવાયું છે.

આ કેસની વધુમાં મળતી વિગતો જોઈએ તો મોરબી તાલુકાના ગોર ખીજડીયાના વતની હમીરભાઈ આંબાભાઈ કળોતરા સહકારી મંડળીના સભાસદ હોઈ તેઓ જુથ વીમા પોલીસીમા આવતા હતા અને તેમનુ અકસ્માતે મૃત્યુ થયેલ ત્યારે મોટર સાયકલ ચલાવતા તેના પુત્ર પાસે કે હમીરભાઈ પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ ન હતુ.તેથી ચોલામંડલમ વીમા કંપનીએ વીમો ચુકવવાની ના પાડી દીધી હતી.જેથી મૃતક હમીરભાઈના પત્ની દેવુબેનએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને રજુઆત કરતા તેઓએ મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેઈસ દાખલ કર્યો હતો.તેમા ફરીયાદી વિમેદાર કેઈસ જીતી જતા ચોલામંડલમ વીમા કંપનીએ હાઈકોર્ટમાં રજુઆત કરેલ જેથી હાઈકોર્ટમાં દલીલો થયેલ અને તેના અંતે હાઇકોર્ટે દેવુબેન કળોતરાને કેઈસ દાખલ તા.૧૬-૧૦-૨૦૧૯ થી ૯ ટકાના વ્યાજ સાથે રૂા.૧૩,૬૦,૧૩૬ (તેર લાખ સાંઈઠ હજાર એકસો છત્રીસ રૂપિયા) ચુકવવા આદેશ કર્યો હતો જેના પગલે વિમા કંપનીએ આ રકમનો ચેક આપતા મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઈ મહેતા તથા જેપુર ગામના મંત્રી અમિતભાઈ દ્વારા ચેક ફરીયાદી દેવુબેન કળોતરાને આપવામાં આવ્યો હતો






Latest News