મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલાશે: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે પાડોશમાં રહેતા યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના મેસરીયા ગામે પાડોશમાં રહેતા યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે પાડોશમાં રહેતા યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને કપાળ અને બંને હાથ તેમજ પગમાં ઇજાઓ થઈ હતી અને આ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભારતકુમાર ઉર્ફે ભાવેશભાઈ મંગાભાઈ વાળા જાતે અનુ. જાતિ (૩૦)એ હાલમાં મેસરીયા ગામે રહેતા ભીખુભાઈ દળુભાઇ ખાચરની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે, ફરિયાદી આરોપીના ઘરની બાજુમાં રહે છે તે આરોપીને ગમતું ન હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદીને આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાતિ પ્રત્યે હડધૂત કરીને લોખંડના પાઇપ પડે હુમલો કરી શરીર ઉપર આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને કપાળ, જમણા હાથ તથા ડાબા હાથ અને ડાબા પગમાં ઇજાઓ થઈ હતી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ મોરબી એસટીએસસી સેલના ઇનચાર્જ ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News