મોરબીમાં આરીફ મિરની ગેંગ સામે મજબૂત ગાળિયો કરતી પોલીસ
SHARE
મોરબીમાં આરીફ મિરની ગેંગ સામે મજબૂત ગાળિયો કરતી પોલીસ
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જેની તપાસમાં આ ગુનો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોવાનું અધિકારીના ધ્યાન પર આવ્યું છે જેથી કરીને આરીફ મિરની ગેંગ સામે હત્યાના આ ચકચારી ગુનામાં પોલીસે હવે ગુજસીટોકની કલમનો પણ ઉમેરો કર્યો છે અને અત્યાર સુધીમાં આ ગુનામાં ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામને જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તારીખ ૭/૯ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં હનીફ ઉર્ફે મમુદાઢી કાસમાણીની કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓને ઇજા થઇ હતી જેને સારવાર અર્થે ખસેડાયા હતા. આ સંદર્ભે મૃતકના દીકરાએ ૧૩ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને અત્યાર સુધીમાં પોલીસે હત્યાના આ ચકચારી ગુનામાં રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ સહિત દસ આરોપીની ધરપકડ કરી છે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે તેવામાં આ હત્યાનો ગુનો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોવાનું તપાસમાં ધ્યાન પર આવ્યું છે માટે આ ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે
મોરબીના એસપી એસ.આર. ઓડેદરાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોઇપણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોવાનું સામે આવે તો તે ગુનાની કલમમાં ઉપરી અધિકારીની મંજૂરી લઈને ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે અને તેવી જ રીતે હનીફ ઉર્ફે મમુદાઢીની હત્યાના ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે અને હવે આ ગુનાની તપાસ મોરબીના ડીવાયએસપી રાધિકા ભારાઇને સોંપવામાં આવશે અને ગુજસીટોક અંતર્ગત આગળની તપાસ કરવામાં આવશે
વધુમાં જણાવ્યું છે કે આ ગુના ની અંદર અત્યાર સુધી પકડાયેલા અને ફરિયાદમાં જે લોકોને નામ નોંધાયેલ છે તે તમામ શખ્સો તેની સાથોસાથ આગામી દિવસોમાં આ ગુનાની અંદર જે લોકોની ધરપકડ કરવામાં આવશે તે તમામની સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે મોરબી જીલ્લામાં જે રીતે ગુના ખોરી વધી રહી છે તે જોતાં પોલીસના આ સ્તિત્વની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે તેવા સમયે મોરબી જીલ્લામાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને ડામવા માટે પોલીસે હાલમાં હનીફ ઉર્ફે મમુદાઢીની હત્યાના ગુનામાં ગુજસીટોકની કલમનો ઉપયોગ કરેલ છે જો કે, આની અસરના ભાગરૂપે મોરબી જીલ્લામાં ક્રાઇમ કંટ્રોલમાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે