મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં પરિણીતાએ ઊંઘની વધુ ગોળીઓ પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE

















મોરબીના રણછોડનગરમાં પરિણીતાએ ઊંઘની વધુ ગોળીઓ પી લેતા સારવારમાં ખસેડાઇ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલની બાજુમાં આવેલા રણછોડનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર વધુ પડતી ઉંઘની દવાઓ પી દતા તેને સારવારમાં ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જણાવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડ નગર વિસ્તારની અંદર રહેતા પરેશભાઈ સૂમળના પત્ની સંગીતાબેન (૩૫) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે થઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે

સગીરનું અપહરણ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિકના કારખાનામાં રહેતા અને મુળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીને કોઈ અજાણ્યો શખસ અપહરણ કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનનાર સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દિકરીનું અપહરણ થયુ હોવાના બનાવની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને હાલમાં પોલીસે ગુનો નોંધીને આ સગીરાને શોધવા માટે તપાસ તજવીજ શરૂ કરેલ છે




Latest News