મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં ચક્કર આવતા પડી ગયો હતો જેથી કરીને તે યુવાને માથામાં પાછળના ભાગે ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રાયસન લખન હાસવ જાતે આદિવાસી (૩૭) નામનો યુવાન કમાન્ડર સિરામિક કારખાનામાં હતો ત્યારે ત્યાં તેને ચક્કર આવતા પડી ગયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક તેને મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News