મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર પાસે ટ્રેક્ટર રીપેર કરી રહેલા યુવાન ઉપર તોતિંગ ટાયર ફરી જતાં સારવારમાં


SHARE













મોરબીના લખધીરપુર પાસે ટ્રેક્ટર રીપેર કરી રહેલા યુવાન ઉપર તોતિંગ ટાયર ફરી જતાં સારવારમાં

મોરબી તાલુકાના લખધીરપુર ગામે ખોડીયાર પરા વિસ્તારમાં રહેતો યુવાન વાડી વિસ્તારમાં ટ્રેક્ટર રીપેર કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેક્ટર આગળની ભાગે રળતા ટ્રેક્ટરનું તોતિંગ ટાયર તેની ઉપરથી ફરી વળ્યું હતું જેથી કરીને ઈજા પામેલ યુવાને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામે ખોડીયારપરામાં રહેતા દેવજીભાઈ મગનભાઈ પાટડીયા (૩૦) નામનો યુવાન વાડી વિસ્તારમાં ટ્રેક્ટર રીપેર કરી રહ્યો હતો અને ઢાળમાં ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું દરમિયાન કોઈ કારણોસર ટ્રેક્ટર ઢાળમાં આગળના ભાગે રડતા રીપેરીંગ કામ કરી રહેલા દેવજીભાઈ મગનભાઈ પાટડીયા ઉપરથી ટ્રેક્ટરનું તોતિંગ ટાયર ફરી વળ્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે અને ઈજાગ્રસ્ત યુવાનને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

આરીપો પકડાયો

મોરબી નજીકના લાલપર ગામ પાસે થોડા દિવસો પહેલા અકસ્માત મૃત્યુનો બનાવ બન્યો હતો અને તે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને અકસ્માત મૃત્યુના બનાવમાં દિલીપ ગણપતભાઈ ભુરીયા (૨૮) રહે. વાસુકી ટ્રેડિંગ ઓફિસ પીપળીયા ચોકડી મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News