મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો


SHARE













મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સમાજના બહેન-દીકરીઓ માટે રાસોત્સવ યોજાયો

મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા સૌ પ્રથમ વખત મોરબીમાં આ વખતે સમાજના બહેન-દીકરીઓ માટે બે દિવસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પણ ક્ષત્રિય સમાજના બહેન દિકરીઓ પરિવાર સાથે રાસ ગરબા લેવા માટે આવ્યા હતા અને ખાસ કરીને આ રાસોત્સવમાં બહેન દીકરીઓએ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દરબાર ગઢ ખાતે મોરબી રાજપૂત કરણી સેના દ્વાર બે દિવસ સમાજના દીકરી અને બહેનો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના બહેન દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસ તેમજ રાજપૂત સમાજની ઝાંખી કરાવે તેવા વસ્ત્રો પહેરીને રાસગરબાની રમઝટ બોલાવી હતી અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં જે બહેન દીકરીઓ દ્વારા સારી રીતે પર્ફોમન્સ કરવામાં આવ્યુ હતુ તેને વેલ ડ્રેસ, વેલ સ્ટાઇલ, વેલ એકસપ્રેસન, પ્રિન્સેસ સહિતના એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે ગુજરાત રાજપુત કરણી સેનાના પ્રમુખ વી.એસ. જાડેજા  સહિતના જુદા જુદા જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ ખાસ કરીને મોરબી રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી મીઠા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા ઝાલા, વિક્રમસિંહ જાડેજા, મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ મોરબીના પોલીસ બેડામાં અને જુદીજુદી સરકારી કચેરીમાં ફરજ બજાવતા ક્ષત્રિય સમાજના અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા અને ક્ષત્રિય સમાજની ઝાંખી કરાવે તેવા રાસોત્સવનું આયોજન કરવા બદલ મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાની ટીમને સહુ કોઈએ બિરદાવી હતી






Latest News