મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૪૩ કરોડથી વધુની જીએસટી ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં ૧.૪૩ કરોડથી વધુની જીએસટી ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ પેઢીના સંચાલક દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો ૧૮ ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ હતી

જાણવા મળતી માહિતી મુજબ અગાઉ મોરબીમાં રહેતા અને જીએસટી વિભાગમાં ફરજ બજાવતા અધિકારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ગફારભાઇ રજાકભાઇ માંડવીયા અને તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. બધા જ મોરબી વાળાની સામે સરકારની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, રફાળેશ્વર ઇન્ડ. એસ્ટેટમાં પ્લોટ નં ૧૯૨/૧૯૬ મે. વિક્રમ એલોય નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭, ૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૪૩,૮૪,૪૦૪ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી અને ત્રણેય આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ છે જેથી અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં અગાઉ પોલીસે આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવ્યા હતા જો કે, હાલમાં આ ગુનામાં પકડવાના બાકી બે આરોપી હાઇકોર્ટમાંથી આગોતરા જામીન સાથે મોરબી તાલુકામાં તાજું થયા હતા જેથી પોલીસે આરોપી ગફારભાઇ રજાકભાઇ માંડવીયા જાતે મેમેણ (૫૪) અને તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા જાતે મેમેણ (૪૭) રહે. બંને રહે. કુબેરનાથ રોડ બારશાખ રાજપૂત શેરી મોરબી વાળાની પીએસઆઈ બી.એમ. બગડા અને તેની ટીમે ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

ફિનાઇલ પીધું

મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ મચ્છુનગરમાં રહેતા અનિષાબેન બાબુભાઈ સિંધવ (૩૪) નામની મહિલા કોઈ કારણોસર પોતાની જાતે ફીનાઇલ પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે






Latest News