મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી અરજદારો-વકીલો હેરાન


SHARE













મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી અરજદારો-વકીલો હેરાન

મોરબીમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર નેટના ધાંધીયા હોય છે જેથી કરીને વકીલો અને અરજદારોને હેરાન થવું પડે છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહે તો પણ દસ્તાવેજ થતાં નથી અને અગાઉ પણ આવી જ હેરાન ગતિ હતી તો પણ તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી જેથી કરીને દસ્તાવેજ માટે આવેલા અરજદારો સહિતનામાં રોષની લાગણી હતી

અગાઉ મોરબી રેવન્યુ બાર એસોશિએશનના પ્રમુખની આગેવાનીમાં જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટવર્કના ધાંધીયા છે જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો તેમજ વકીલોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજની કામગીરી થતી નથી આવી જ રીતે સોમવારે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ માટે ૫૦ થી વધુ લોકોને ઓનલાઈન ટોકન આપવામાં આવ્યા હતા જો કે, દસ્તાવેજ માટે આવેલા લોકોના દસ્તાવેજ થતાં ન હતા જેથી કરીને લોકોના રોષની લાગણી હતી અને અધિકારીને પૂછાતા અધિકારીએ જણાવ્યુ હતું કે, સર્વર ડાઉન હોવાથી દસ્તાવેજની કામગીરી ધીમીગતીએ થઈ રહી છે જો કે, મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે વારંવાર થતાં ધાંધીયા કાયમી ધોરણે કયારે દૂર કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે






Latest News