મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા


SHARE













ટંકારાના ઘુનડા ગામે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સજા

ટંકારાના ઘુનડા ગામે મજૂર પરિવારની સગીર દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે આરોપીની ધરપકડ કરાઇ હતી અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને ૨૦ વર્ષની સજા તેમજ ૩૨ હજારનો દંડ કરવામાં આવેલ છે અને ભોગ બનેલ સગીરાને ચાર લાખ વળતર આપવાનો કોર્ટે આદેશ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઘુનડા ગામે ખેતરમાં મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીનું દાહોદના ધાનપુરનો રહેવાસી નાનો ઉર્ફે મોતિયો કાંતિભાઈ ઉર્ફે કાનો સમેલીયાભાઈ ભુરિયા નામનો શખ્સ લગ્નની લાલચ આપીને લઈ ગયો હતો અને વારંવાર સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને વર્ષ ૨૦૨૦ મા ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેના આધારે આરોપીની ધરપકડ કરાઇ હતી અને આ કેસ મોરબીના લલબાગમાં આવેલ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે સરકરી વકીલ સંજયભાઈ દવે અને નિરજભાઈ કારીયાએ કરેલ દલીલો તેમજ મૌખિક ૧૩ અને દસ્તાવેજી ૨૭ પુરાવા ધ્યાને લઇને કોર્ટે આરોપીને કુલ મળીને ૨૦ વર્ષની સજા અને ૩૨ હજારનો દંડ ફટકાર્યો છે અને ભોગ બનેલ સગીરને વિકટીમ કંપનશેસન સ્કીમ હેઠળ ચાર લાખનું વળતર અને જો આરોપી દંડ ભારે તો તે રકમ સહિત ૪.૩૨ લાખ તેને આપવાનો હુકમ કરેલ છે






Latest News