મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ઓનલાઈન ફ્રોડ: મોરબીના કારખાનેદારના બેન્ક એકાઉન્ટમાંથી ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર વિશ્વાસઘાત


SHARE













ઓનલાઈન ફ્રોડ: મોરબીના કારખાનેદારના બેન્ક એકાઉન્ટમાંથી ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર વિશ્વાસઘાત

મોરબીના કારખાનેદારનું એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ આવેલ છે તે એકાઉન્ટમાંથી સમયાંતરે જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કોઈપણ રીતે ૩૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે અને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટના ધારકોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર ગામે ઉમિયા નગર સોસાયટીમાં આવેલ શુભ પેલેસ ફ્લેટ નં-૩૦૩ માં રહેતા આશિષભાઈ નરશીભાઈ સીતાપરા જાતે પટેલ (૩૬)હાલમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪, આઇસીઆઇસીઆઇબેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ અને આઇડીએફસીબેંકએકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ ના ધારકોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની એચડીએફસી બેન્કની બ્રાન્ચમાં તેનું વીકોન કંપની નામનો કરંટ એકાઉન્ટ અને સીસી એકાઉન્ટ છે જે એકાઉન્ટમાંથી જુદા જુદા ત્રણ બેન્ક એકાઉન્ટની અંદર સમયયાંતરે ફરિયાદીની જાણ બહાર કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને કે પછી ફરિયાદીના નેટ બેન્કિંગના પાસવર્ડનો ઉપયોગ કરીને વિશ્વાસઘાત કરી તેના બેન્ક એકાઉન્ટમાંથી સમયાંતરે અનુક્રમે ૧૫ લાખ, ૧૦ લાખ અને ૧૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા છે આમ કુલ મળીને જુદા જુદા ત્રણેય બેન્ક એકાઉન્ટમાં ૩૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરીને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News