મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નજીક અકસ્માત થતા ટ્રેક્ટરમાંથી નીચે પડેલ યુવાન ઉપર તોતિંગ ટાયર ફરી વળતાં મોત


SHARE













મોરબીના જોધપર નજીક અકસ્માત થતા ટ્રેક્ટરમાંથી નીચે પડેલ યુવાન ઉપર તોતિંગ ટાયર ફરી વળતાં મોત

મોરબીના જોધપરથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર મામા આઈસ્ક્રીમ વાડી ચોકડી પાસેથી ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું ત્યારે સામેથી આવેલ બીજું ટ્રેક્ટર તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર રોડ સાઈડમાં ઇલેક્ટ્રીકના થાંભલા સાથે અથડાયું હતું અને ત્યારે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકના ટ્રેક્ટરમાં બેઠેલ યુવાન ટ્રેક્ટર પરથી નીચે પડી ગયો હતો અને તેના ઉપર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને યુવાનને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા ટ્રેક્ટરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્મશાનની સામે ડેલામાં ઝૂંપડામાં રહેતા કોહનીયાભાઇ સીકુભાઇ ડામોર જાતે આદીવાસી (૩૩)એ ટ્રેક્ટર નંબર એમપી ૪૫ ઝેડએ ૯૮૩૭ ના ચાલક ઉમેશ તેરૂભાઇ વસુનીયા રહે. મૂળ એમપી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કેઆરોપી ઉમેશભાઈ વસુનિયા તેના હવાલા વાળું ટ્રેક્ટર લઈને જોધપરથી રફાળેશ્વર રોડ ઉપર મામા આઈસ્ક્રીમ વાળી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેની સાઇડે આવતા વસંતભાઈ લાલજીભાઈ પરમાર રહે. સનાળા વાળાના ટ્રેક્ટર નંબર જીજે ૩ એસ ૩૮૩૫ સાથે ભટકાડતા અકસ્માતનો બનવા બનેલ હતો જેમાં વસંતભાઈ પરમારનું ટ્રેક્ટર રોડ સાઈડમાં નીચે ઉતરી જતા ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું અને તે સમયે આરોપી ઉમેશભાઈ વસુનિયાના ટ્રેક્ટરમાં બેઠેલ ફરિયાદીના ભાઈ મોહનભાઈ સીકુભાઇ ડામોર જાતે આદીવાસી (૩૬) ટ્રેક્ટર પરથી નીચે જમીન ઉપર પડી જતા આરોપી ઉમેશભાઈના ટ્રેક્ટરનું મોટું વ્હીલ તેના શરીર અને છાતીના ભાગે ફરી ળતા તેને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને મોહનભાઈનું મોત નીપજ્યું હતું અને વસંતભાઈ પરમારને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News