મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતાં માથું ચેપાઈ જવાથી અને હાથ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના ભરતનગર પાસે ટ્રકની પાછળ આઇસર અથડાતાં માથું ચેપાઈ જવાથી અને હાથ કપાઈ જવાથી યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે આવેલ અન્નપૂર્ણા હોટલ સામેથી આઇસર લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે વાહન ચાલકે બેફિકરાયથી તેનું વાહન ચલાવીને આગળ જઈ રહેલા ટ્રકના પાછળના ઠાઠામાં આઇસર અથડાવ્યૂ હતું જેથી કરીને આઇસરનો ખાલી સાઇડનો ભાગ દબાઈ ગયો હતો અને ત્યારે તે વાહનમાં બેઠેલ યુવાનનો હાથ કપાઈ જતા અને તેને માથા તેમજ મોઢાનો ભાગ ચેપાઈ ગયો હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા અને મચ્છીનો વેપાર કરતા હાજીભાઈ કાલુભાઈ પંજા જાતે પટણી મુસ્લિમ (૪૪)એ ટાટા આઇસર નંબર જીજે ૧૨ બીએફ ૩૫૬૯ ના ચાલક ઈરફાનભાઇ અનવરભાઈ ભટ્ટી રહે. ઝખો તાલુકો અબડાસા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભારતનગર ગામ પાસે અન્નપૂર્ણા હોટલ સામેથી તે પોતાનું આઇસર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાનું આઇસર બેફિકરાઈથી ચલાવીને આગળ જઈ રહેલા ટ્રકના ઠાઠામાં આઇસરને અથડાવ્યું હતું જેથી તેના ખાલી સાઇડનો ભાગ દબાઈ ગયો હતો અને ત્યારે આઇસરમાં બેઠેલ ફરિયાદીના મોટા બાપુનો દીકરો જાવીદભાઈ જમાલભાઈ પંજા (૩૬) રહે. ઉમરાળ તાલુકો વેરાવળ વાળાનો ડાબો હાથ કપાઈ ગયો હતો અને તેનો માથા તથા મોઢાનો ભાગે ચેપાઈ જવાથી ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.એન. સગારકા ચલાવી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં સાપર ખાતે રહેતા કિશોરભાઈ ભાણજીભાઈ વાઢેર જાતે અનુ. જાતિ (૨૭)એ છોટા હાથી નંબર જીજે ૩ બીડબલ્યુ ૩૧૯૩ ના ચાલક અંકિત હસમુખભાઈ વાઢેર રહે. સાપર તાલુકો કોટડા સાંગાણી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારા તાલુકાની હદમાં આવતા ધ્રુવ નગર ગામથી આગળ મામાદેવના મંદિર પાસેથી તેઓ છોટાહાથી લઈને જઈ રહ્યા હતા ત્યારે અંકિતે બેફિકરાઈથી વાહન ચલાવીને આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને ફરિયાદી કિશોરભાઈ ભાણજીભાઈ વાઢેરને પગ અને કમરમાં મણકાના ભાગે ઇજાઓ થઈ હતી તેમજ અંકિતને પગમાં ફેક્ચર થયું હતું જેથી કરીને બંનેને સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં કિશોરભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અંકિતની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News