મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને તેની પત્ની સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો


SHARE













મોરબીમાં યુવાનને તેની પત્ની સહિત ત્રણ વ્યક્તિએ માર માર્યો

મોરબીમાં લાતી પ્લોટમાં રહેતા યુવાનને મચ્છી પીઠ પાસે મારામારીમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનને તેની પત્ની સહીત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હોવાની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા રમજાન કરીમભાઈ ભટ્ટી (૨૪) નામના યુવાને તેના પત્ની યાસ્મીનબેન રમજાનભાઈ ભટ્ટી, સરીફાબેન સલીમભાઈ મોવર અને નિઝામ સલીમભાઈ મોવરની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના મચ્છીપીઠ વિસ્તાર પાસે તેને તેઓની પત્ની સહિતના ત્રણેય વ્યક્તિઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા રમજાનભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તેઓએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી નજીક ભરતનગર ગામ પાસે રહેતો અને કામ કરતો હરીવંશ (૪૫) નામનો યુવાન તેના શેઠ ભરતભાઈ સાથે બાઈકમાં બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઈકમાંથી તે નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તમામ નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી આપેલ છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News