મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી : શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળમાં ૧૧૫ કન્યાઓને લહાણી અર્પણ કરાય


SHARE















મોરબી : શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળમાં ૧૧૫ કન્યાઓને લહાણી અર્પણ કરાય

આજકાલના યુવાનોમાં અર્વાચીન ગરબાઓ તેમજ પાર્ટી પ્લોટોમાં નવરાત્રીની ઉજવણી કરવાની ઘેલછા જાગી છે ત્યારે મોરબીમાં પ્રાચીન ગરબીઓએ પણ પોતાની આગવી ઓળખ પણ ઉભી રાખી છે.મોરબી રોહીદાસપરા ખાતે આવેલ આંબેડકર ચોકમાં છેલ્લા ૧૧ વર્ષથી શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળ દ્વારા નવરાત્રીની પ્રાચીન રાસ ગરબા સાથે મનાવવામાં આવે છે.આ વર્ષે પણ નવલી નોરતાના નવ દિવસ બાળાઓ દ્વારા રાસ ગરબાઓ ની રમઝટ બોલાવી માં અંબેની આરાધના કરી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

આ નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં ક્રિષ્ના હોસ્પિટલ મોરબી, વાત્સલ્યમ્ સમાચાર દૈનિક સમાચાર પત્ર, અવસર કરિયાવર, સહયોગીઓ બન્યા હતા ૧૧૫ બાળાઓ એ નવલી નવરાત્રિના નવ નવ દિવસ અલગ અલગ રાસ ગરબાઓ રમી માતાજીની પૂજા અર્ચના કરી આ તમામ બાળાઓને લહાણીમાં માયા કન્સ્ટ્રક્શન દ્વારા ૯૫ દીકરીઓને સોનાના નાકના દાણા, નંદની પરેશ પારિયા દ્વારા ૨૦ દીકરીઓને સોનાના નાકના દાણા, શશાંગભાઈ દંગી સિલ્પન ગિફ્ટ દ્વારા તમામ બાળાઓને ફોટો ફ્રેમ, મહાદેવભાઇ ડાભી શાંતિ એકેડમી તરફથી સ્ટીલના ડબ્બા, કલ્પેશભાઈ કુંધાણી કટલેરી સ્ટોર દ્વારા કટલેરી કીટ, કિશોરભાઈ શુકલ સાર્થક વિદ્યામંદિર તરફથી શિક્ષણ કીટ, શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળ દ્વારા પ્લાસ્ટિક ખુરશી નંગ ૨ દરેક દીકરીઓને ભેટ આપી તદુપરાંત મોરબીના જાણીતા ઉદ્યોગકાર પંકજ રાણસરિયા દ્વારા ૧૧,૧૧૧ રૂપિયા રોકડા લહાણી પેટે આપ્યા હતા.ગરબી મંડળની બાળાઓને લહાણી આપવા માટે મોરબી સિટી બી ડિવિઝન ના એ.એસ.આઇ.વશરામભાઈ મેતા અને પોલીસ સ્ટાફ, સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ પરિવાર સાથે તેમજ નંદિની પારીઆ અને આગેવાનો ઉપસ્થિત રહેલ.શ્રી ભુવનેશ્વરી ગરબી મંડળનું સંચાલન જયેશભાઈ સારેસા, પ્રવીણભાઈ ચાવડા, ભોપીભાઈ સારેસા, ભરતભાઈ બોસિયા, રમેશભાઈ સારેસા, કાર્તિક વઘોરા, સંજય સારેસા, જયેશ શેખાવા, લલિત સારેસા, ચિરાગ વઘોરા, લક્ષ્મણ ધોળકિયા, દિનેશ પુરાણી તેમજ દિનેશ કાટીયાએ કર્યું હતું.






Latest News