મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રિયલ ક્રિકેટ એકેડમી દ્વારા ૪૫ થી વધુ ઉંમરના ખેલાડીઓ માટે ૨૦-૨૦ ક્રિકેટ મેચનું આયોજન


SHARE













મોરબીમાં રિયલ ક્રિકેટ એકેડમી દ્વારા ૪૫ થી વધુ ઉંમરના ખેલાડીઓ માટે ૨૦-૨૦ ક્રિકેટ મેચનું આયોજન

મોરબીમાં રિયલ ક્રિકેટ એકેડમી દ્વારા પ્રથમ વખત ૪૫ થી વધુ ઉંમર ધરાવતા ક્રિકેટના ખેલાડીઓ માટે સીઝન ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીની ટીમની ટક્કર કચ્છની ટીમ સાથે થવાની છે

આ ૨૦-૨૦ ક્રિકેટ મેચમાં જે પ્લેયર ભાગ લેવા ઈચ્છુક હોય તેમનું સિલેક્શન તા. ૩૦/૧૦/૨૩ ને સોમવારના રોજ મોરબીના રવાપર ગામ પાસે એસપી રોડ ઉપર આવેલ રિયલ ક્રિકેટ એકેડમી ખાતે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમ્યાન કરવામાં આવશે અને આ મહા મુકાબલો મોરબીમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમીના ક્રિકેટ મેદાન ઉપર આગામી તા. ૫/૧૧/૨૩ ને રવિવારના રોજ રમાવવાનો છે જેથી કરીને જે ખેલાડી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેને પોતાના પ્રુફ માટે આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે અત્રે ઉલેખનીય છે કે, કચ્છની ટીમમાં ચાર વિદેશી પ્લેયર પણ ભાગ લેવાના છે જેથી કરીને આ મુકાબલો જોરદાર બનશે તેવું જાણવા મળ્યું છે ત્યારે આગામી સમયમાં મોરબીમાં યોજાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કે પછી વધુ માહિતી જાણવા માટે થઈને ૯૯૯૮૩ ૧૩૮૮૫ અને ૯૦૯૯૮ ૭૪૦૦૨ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવેલ છે






Latest News