મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતનાં સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા રજૂઆત


SHARE









મોરબી સહિત ગુજરાતનાં સરકારી દવાખાનાઓમાં હિમોફીલિયાના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવા રજૂઆત

ગુજરાત ભરમાં હિમોફીલિયાના દર્દીઓ માટે થઈને જરૂરી ઇન્જેક્શન તદ્દન ફ્રી આપવાની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી જોકે છેલ્લા દોઢક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ ઇન્જેક્શન ન હોવાના કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા રાજકોટના સાંસદને લેખિત રજૂઆત કરવામાં આવતા સાંસદ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માટે થઈને રાજ્યના આરોગ્ય મંત્રીને ભલામણ પત્ર લખવામાં આવેલ છે

મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાગજીભાઈ પરમાર દ્વારા હાલમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૧ માં દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતમાં હિમોફિલિયાના દર્દીઓ માટે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ફેક્ટર (ઇન્જેક્શન) ફ્રી માં શરૂ કર્યા હતા જોકે ત્યારથી અત્યાર સુધી તે વ્યવસ્થા સારી રીતે ચાલુ હતી પરંતુ હમણાં છેલ્લા દોઢેક મહિનાથી ગ્રાન્ટ હોવા છતાં પણ અધિકારીઓની અણધણ વહીવટના કારણે ફેક્ટર (ઇન્જેક્શન) ઉપલબ્ધ થતા નથી અને દર્દીઓ માટે આ ઇન્જેક્શન જીવન રક્ષક છે જેથી કરીને હિમોફીલિયાના દર્દીઓ માટે ગુજરાતના તમામ દર્દીઓના હિતમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જેને ધ્યાનમાં રાખીને હાલમાં મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલને પત્ર લખીને દર્દીના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે તેને ભલામણ પત્ર લખ્યો છે




Latest News