મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને યુવતીના પિતાએ આપી મારી નાખવાની ધમકી: રિક્ષામાં તોડફોડ


SHARE







વાંકાનેરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને યુવતીના પિતાએ આપી મારી નાખવાની ધમકી: રિક્ષામાં તોડફોડ

વાંકાનેરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને ફોન ઉપર યુવતીના પિતાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની રીક્ષાના કાચામાં ધોકો મારીને વાહનમાં નુકસાની કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મિલ પ્લોટ ડબલ ચાલી ખાતે રહેતા અલ્ફાઝભાઈ ઉર્ફે આદિલભાઈ અલ્લારખાભાઈ વડાવરીયા જાતે ઘાંચી મુસ્લિમ (૨૩) એ હાલમાં જેનુલભાઈ અનિલભાઈ હાલા અને નૂરમહંમદભાઈ સલીમભાઈ હાલા રહે. બંને મીલ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નૂરમહંમદભાઈ હાલાની દીકરી સાથે તેણે પ્રેમલગ્ન કરેલ છે જે તેઓને સારું નહીં લાગતા તેણે ફરિયાદી યુવાનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને આરોપી જેનુલભાઈ હાલાએ ધોકા વડે ફરિયાદી યુવાનની રીક્ષાનો કાચ તોડી નાખીને રીક્ષામાં નુકસાની કરેલ છે તથા ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ફરિયાદીના સસરા સહિત બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News