મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે બાઇકને ઉડાવીને વૃદ્ધનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













હળવદના રણજીતગઢ પાસે બાઇકને ઉડાવીને વૃદ્ધનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને પોતાની વાડી તરફ જઈ રહ્યા હતા દરમિયાન માળિયા હળવદ હાઇવે ઉપર ડિવાઇડરની કટ પાસેથી તે પોતાનું બાઈક લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે હળવદ બાજુથી આવી રહેલ કિયા કારના ચાલકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધને ગંભીર ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી કારના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા રમેશભાઈ બાવલભાઈ કોરડીયા જાતે પટેલ (૪૩)એ હાલમાં કિયા કાર નંબર જીજે ૧૨ એફડી ૦૩૯૧ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, બે દિવસ પહેલા રણજીતગઢ ગામ પાસે આવેલ હરિકૃષ્ણ ધામ મંદિર સામે માળિયા હળવદ હાઇવે ઉપર રસ્તાના ડિવાઈડર પાસે બનાવવામાં આવેલ કટ પાસેથી તેઓના પિતા બાઈક નંબર જીજે ૧૩ એચ ૧૧૧૩ લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાવલજીભાઈ લાલજીભાઈ કોરડીયા જાતે પટેલ (૬૬) ના બાઈકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને કાર ચાલક પોતાની કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો જો કે, ઇજા પામેલા ફરિયાદીના પિતાને માથા અને શરીરે ગંભીર ઇજા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News